Sunday 5 April 2015

Chana Masala - ચના મસાલાં

Chana Masala - ચના મસાલાં





Ingredients - સામગ્રી
  • 250 ગ્રામ કાબુલી ચણા
  • 250 ગ્રામ બટાકા
  • 500 ગ્રામ પાકાં ટામેટાં
  • 1 ટીસ્પૂન ચાની ભૂકી
  • 4 મોટી એલચી,
  • 2 લવિંગ
  • મીઠું, ઘી – પ્રમાણસર
  • વાટવાનો મસાલો –
  • 4 સૂકાં લાલ મરચાં,
  • 1 ડુંગળી
  • 2 લીલાં મરચાં, કટકો આદું
  • 1 ઝૂડી લીલા ધાણા
  • 3 ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ
  • 1 ટેબલસ્પૂન ખસખસ
  • મીઠું – પ્રમાણસર
  • સૂકો મસાલો –
  • 5 લવિંગ, 2 કટકા તજ
  • 4 મોટી એલચી, 4 કટકા તમાલપત્ર
  • 1 ટેબલસ્પૂન આમચૂર
  • બધું ખાંડી મસાલો બનાવવો.
Method - રીત
ચણાને પાણીમાં 7-8 કલાક પલાળી રાખવા. ચણામાં પાણી નાંખી, તેમાં મીઠું, ચાની પોટલી બાંધી નાંખવી અને મોટી એલચી નાંખવી. બફાય એટલે ચણા કાઢી લેવા.

એક વાસણમાં ઘી મૂકી, તેમાં લીલો મસાલો સાંતળવો. પછી તેમાં ટામેટાના કટકા નાંખવા. બરાબર એકરસ થાય એટલે ચણા અને સૂકો મસાલો નાંખવો. થોડું ચણા બાફેલું પાણી નાંખવું. ઘટ્ટ થાય એટલે ઉતારી લેવા. પરોઠા સાથે પીરસવા.



No comments:

Post a Comment