Sunday 5 April 2015

Navaratna Korma - નવરત્ન કોરમા

Navaratna Korma - નવરત્ન કોરમા




Ingredients - સામગ્રી
  • 2 ગાજર,
  • 1 ડુંગળી
  • 100 ગ્રામ બટાકા,
  • 100 ગ્રામ ફ્લાવર
  • 100 ગ્રામ લીલા વટાણા
  • 3 ટેબલસ્પૂન ઘી,
  • 1 કપ મોળું દહીં
  • 5 કાજુ, 5 કટકા અખરોટ
  • 10 લાલ દ્રાક્ષ
  • 1/2 કપ તાજી મલાઈ
  • 100 ગ્રામ લીલી દ્રાક્ષ, 1 સફરજન
  • મીઠું – પ્રમાણસર

  • વાટવાનો મસાલો – 3 ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ, 1/2 ટેબલસ્પૂન સૂકા ધાણા, 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન જીરું, 4 કળી લસણ, 2 ડુંગળી, 2 લાલ મરચાં, 2 લીલાં મરચાં, કટકોઆદું, 3 લવિંગ, 2 કટકા તજ, 7 દાણા મરી, 122 ઝૂડી લીલા ધાણા, બધું વાટી લેવું.
Method - રીત
ગાજરનો વચ્ચેનો ભાગ કાઢી કટકા, છોલેલા બટાકાના કટકા, ફ્લાવરના કટકા અને વટાણા બધું વરાળથી શાક બાફી લેવું.

એક તપેલીમાં ઘી મૂકી, ગરમ થાય એટલે છીણી સમારેલી ડુંગળી અને વાટેલો મસાલો સાંતળવો. મસાલો સંતળાઈ જાય અને ઘી ઉપર અાવે એટલે દહીં નાંખવું. ગ્રેવી ઉકળે એટલે બાફેલાં શાક, કાજુના કટકા, દ્રાક્ષ અને અખરોટના કટકા નાંખવા. ગ્રેવી ઉકળે એટલે તાપ ધીમો કરી મલાઈ અને લીલી દ્રાક્ષ નાંખી, 2 મીનીટ ઉકાળી નીચે ઉતારી લેવું. પીરસતી વખતે તની અંદર સફરજનનો છોલી, બારીક કટકા કરી, હલાવી ઉપયોગ કરવો.



No comments:

Post a Comment