Sunday 5 April 2015

Paneer Bhurja - પનીર ભૂર્જા

Paneer Bhurja - પનીર ભૂર્જા





Ingredients - સામગ્રી
  • 250 ગ્રામ પનીર
  • 2 ડુંગળી,
  • 5 બદામ
  • 1 કપ ક્રીમ
  • મીઠું, હળદર, ઘી

  • વાટવાનો મસાલો – 3 ટેબલસ્પૂન કોપરાનું ખમણ, 4 નંગ લીલા મરચાં, કટકો આદું, 4 કળી લસણ, 1 ટેબલસ્પૂન ખસખસ, 1 ટેબલસ્પૂન ચારોળી, બધું મિક્સરમાં વાટી મસાલો તૈયાર કરવો.

  • ગરમ મસાલો – 1 ટેબલસ્પૂન ધાણાનો ભૂકો, 1 ટીસ્પૂન જીરુંનો ભૂકો, 1 ટીસ્પૂન તજનો ભૂકો, 1 ટીસ્પૂન લવિંગનો ભૂકો, 1 ટીસ્પૂન મરીનો ભૂકો, 1/2 ટીસ્પૂન જાયફળનો ભૂકો – બધું ભેગું કરી ગરમ મસાલો બનાવવો.

  • સજાવટ માટે – 10 કાજુના તળેલા કટકા
  • 4 ટેબલસ્પૂન ક્રીમ
Method - રીત
150 ગ્રામ પનીરના કટકા કરી, ઘીમાં તળી લેવાં. 100 ગ્રામ પનીરને મસળી લેવું. 

એક વાસણમાં ઘી મૂકી, તેમાં ડુંગળીને વાટીને નાંખવી અને સાંતળવી. પછી વાટેલો મસાલો અને અર્ધો ગરમ મસાલો નાંખી સાંતળવો. સાંતળતી વખતે થોડું પાણી છાંટવું. ઘી છૂટું પડે એટલે તેમાં નીરના તળેલા કટકા, મીઠું, હળદર, બાકી રહેલો ગરમ મસાલો નાંખવો. પછીથી ક્રીમ, બદામની પેસ્ટ અને પનીરનો ભૂકો નાંખી, એકરસ થાય એટલે ઉતારી બાઉલમાં કાઢી, ઉપર તળેલા કાજુના કટકા, કોપરાનું છીણ અને ક્રીમ નાંખી સજાવટ કરવી.



No comments:

Post a Comment