Sunday 5 April 2015

Paneer Tika Masala - પનીર ટીકા મસાલા

Paneer Tika Masala - પનીર ટીકા મસાલા



Ingredients - સામગ્રી
  • 100 ગ્રામ પનીર
  • 100 ગ્રામ વટાણા
  • 2 ડુંગળી,
  • 7 કાજુ
  • 7 કળી લસણ, કટકો આદું
  • 1/2 ઝૂડી લીલા ધાણા
  • 5 ટેબલસ્પૂન ટોમેટો પ્યુરે
  • 1 ટીસ્પૂન પંજાબી ગરમ મસાલો
  • ઘી, મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, કેસરી ફ્રુટ કલર
Method - રીત
પનીરના નાના કટકા કરી લેવાં. એક કપમાં પાણી અને કેસરી રંગ મિક્સ કરી તેમાં પનીરના કટકા પલાળી રાખવા. ડુંગળીનું છીણ કરવું. વટાણાને બાફવા-લસણ-અાદુંની પેસ્ટ બનાવવી.

એક વાસણમાં ઘી મૂકી, ડુંગળીનું છીણ સાંતળવું. પછી તેમાં ટોમેટો પ્યુરે નાંખી સાંતળવું. તેમાં વટાણા, પનીરના કટકા, અાદું-લસણની પેસ્ટ, મીઠું, હળદર, મરચું, ધાણાજીરું, ગરમ મસાલો નાંખવો. બરાબર મિક્સ થઈ જાય એટલે ઉતારી, બાઉલમાં કાઢી, તળેલા કાજુના કટકા અને લીલાધાણા નાંખી સજાવટ કરવી.



No comments:

Post a Comment