Sunday 5 April 2015

Panjabi Pau-bhaji - પંજાબી પાંઉભાજી

Panjabi Pau-bhaji - પંજાબી પાંઉભાજી






Ingredients - સામગ્રી
  • 250 ગ્રામ બટાકા
  • 100 ગ્રામ મટર
  • 100 ગ્રામ ફ્લાવર,
  • 250 ગ્રામ ટામેટાં
  • 2 ટેબલસ્પન માખણ
  • મીઠું, હળદર, ચમટી હિંગ

  • વાટવાનો મસાલો –
  • 1 ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ, 1 ટીસ્પૂન ખસખસ,
  • 1 ડુંગળી,
  • 7 કળી લસણ,
  • 2 લીલાં મરચાં, કટકો આદું, બધું ભેગું કરી, થોડું પાણી નાંખી વાટવું.

  • પાંઉભાજીનો મસાલો –
  • 1 ટીસ્પૂન ધાણા,
  • 1/2 ટીસ્પૂન જીરુ
  • 2 લવિંગ, 1 કટકો તજ
  • 2 એલચી, 4 દાણા મરી
  • 1/2 ટીસ્પૂન શાહજીરું
  • 1/4 ટીસ્પૂન બાદિયા
  • 1/4 ટીસ્પૂન અનારદાણા
  • 2 તમાલપત્ર
  • દરેક વસ્તુ ધીમા તાપે શેકી, ખાંડી, કોરો મસાલો બનાવવો.
Method - રીત
બટાકાને બાફેલી, છોલી, છૂંદો કરવો. તેમાં મીઠું, હળદર, હિંગ અને પાંઉભાજીનો મસાલો નાંખવો. મિક્સરમાં અધકચરા વાટી લેવાં. ફ્લાવરનાં ફૂલને બાફી સમારવાં. ટામેટાંના કટકા કરવા.

એક તપેલીમાં માખણ ગરમ કરી, તેમાં વાટેલો મસાલો સાંતળવો. પછી તેમાં મરટનો ભૂકો, ફ્લાવર અને ટામેટાંના કટકા નાંખી ધીમે તાપે સાંતળવા. બરાબર સંતળાઈ જાય એટલે બટાકાનો છૂંદો નાંખવો. પછી તેમાં સાધારણ ગરમ પાણી થોડું થોડું નાંખતાં જવું. બરોબર લોચા જેવું થાય એટલે ઉતારી લેવું. નાના ગોળા પાંઉને તવા ઉપર માખણમાં તળી શાક સાથે પીરસવા.



No comments:

Post a Comment