Sunday 5 April 2015

Shahi Paneer - શાહી પનીર

Shahi Paneer - શાહી પનીર






Ingredients - સામગ્રી
  • 250 ગ્રામ પનીર
  • 500 ગ્રામ ટામેટા અથવા 1, 1/2 કપ પ્યુરે
  • 100 ગ્રામ ક્રીમ,
  • 7 કાજુ
  • 2 ડુંગળી,
  • 2 કેપ્સીકમ
  • 5 કળી લસણ, કટકો આદું
  • 1 ટીસ્પૂન ગરમ મસાલો
  • 1 ટીસ્પૂન ધાણાજીરુ
  • 1/4 ટીસ્પૂન ખાંડ
  • મીઠું, મરચું, હળદર, ઘી
Method - રીત
150 ગ્રામ પનીરના કટકા કરી, ઘીમાં તળી લેવા, 100 ગ્રામ પનીરનું છીણ કરવું. ટામેટાને મ્કસરમાં વાટી પ્યુરે બનાવવો. લસણ અને અાદુંને વાટી પેસ્ટ બનાવવી.

એક વાસણમાં ઘી ગરમ કરી ડુંગળીનું કચુંબર નાંખવું. બદામી રંગ થાય એટલે અાદું-લસણની પેસ્ટ મીઠું, મરચું, હળદર, ધાણાજીરુ, ખાંડ અને ગરમ મસાલો નાંખવો. સાધારણ સંતળાય એટલે તેમાં ટોમેટો પ્યુરે અને કેપ્સીકમનાં બી કાઢી કતરી નાંખવી. થોડી વાર પછી મિક્સ થાય એટલે તેાં પનીરના તળેલા કટકા, પનીરનું છીણ અને કાજુના કટકા નાંખવા. બરાબર ઘટ્ટ થાય એટેલ ક્રીમ નાંખી ઉતારી લેવું. પરોઠા-નાન સાથે ગરમ પીરસવું.



No comments:

Post a Comment