Wednesday 6 May 2015


      રાજાજી રે... રાજાજી રે

         રાજાજી રે... રાજાજી રે
         હે તારા જુગ જુગ તપજો રાજ પાટણ પુરમાં

         હે તારી રંગની મહેલાત
         ગરવા નદી સરોવરઘાટ
         તારી પડી પટોળે ભાત
         ખમ્મા રે ખમ્મા

         રાજાજી રે... રાજાજી રે
         હે તારા જુગ જુગ તપજો રાજ પાટણ પુરમાં

         રાજને દરબારે  પીપળ   તોરણિયા બંધાય
         રાજને દરબારે  ગડગડ  ચોઘડિયા વગડાય
         રાજને દરબારે  પીપળ   તોરણિયા બંધાય
         રાજને દરબારે  ગડગડ  ચોઘડિયા વગડાય
         હે ખમ્મા રે ખમ્મા રે ખમ્મા રે 
         ખમ્મા રે ખમ્મા રે ખમ્મા બાપ

         રાજાજી રે... રાજાજી રે
         હે તારા જુગ જુગ તપજો રાજ પાટણ પુરમાં

         એ તારું જગમાં મોટું નામ
         ડંકા વાગે ગામેગામ
         તારી જરૂર પૂરતાં રામ
         ખમ્મા રે ખમ્મા

         રાજાજી રે... રાજાજી રે
         હે તારા જુગ જુગ તપજો રાજ પાટણ પુરમાં
સ્વર: આશા ભોસલે સંગીતઃ અવિનાશ વ્યાસ ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment