Thursday 7 May 2015


ચોર્યાસી ભાતનો સાથિયો

ચોર્યાસી  ભાતનો   સાથિયો   રે  માંડ્યો
કે  લાલ  રંગ  ખૂટ્યો   સાહેલડી  જી  રે
અડધી ભાતે  રે  મારો સાહ્યબો  રિસાયો
કે  હાય  સંગ  છૂટ્યો   સાહેલડી  જી  રે

ચોર્યાંસી  ભાતનો   સાથિયો   રે  માંડ્યો
કે  લાલ  રંગ  ખૂટ્યો   સાહેલડી  જી  રે
ચોર્યાંસી  ભાતનો   સાથિયો   રે  માંડ્યો

મેઘધનુ    રંગની    ભાત    વચ્ચોવચ્ચ
કોઈ   અજબ   રંગ   સાંપડ્યો   જી  રે
મેઘધનુ    રંગની    ભાત    વચ્ચોવચ્ચ
કોઈ   અજબ   રંગ   સાંપડ્યો   જી  રે

જાતાં પડ્યો'તો પગ વાલમના આંગણિયે
જાતાં પડ્યો'તો પગ વાલમના આંગણિયે
લોક  કહે   સાથિયો   બગડ્યો   જી  રે
પથ   પથરાઈ   મારો   જીવડો   પુકાર્યો
પથ   પથરાઈ   મારો   જીવડો   પુકાર્યો
કે   પિયુ  કેમ  રૂઠ્યો  સાહેલડી   જી  રે
કે   પિયુ  કેમ  રૂઠ્યો  સાહેલડી   જી  રે

ચોર્યાંસી  ભાતનો   સાથિયો   રે  માંડ્યો
કે  લાલ  રંગ  ખૂટ્યો   સાહેલડી  જી  રે
ચોર્યાંસી  ભાતનો   સાથિયો   રે  માંડ્યો

કોઈ    જાણભેદુને    પાછળ   દોડાવ્યો
કે  આવ્યો  સંદેશ લઈ  સોગિયો  જી  રે
કોઈ    જાણભેદુને    પાછળ   દોડાવ્યો
કે  આવ્યો  સંદેશ લઈ  સોગિયો  જી  રે

પરદેશ  જઈ   વ્હાલે   રંગ   મોકલાવ્યો
પરદેશ  જઈ   વ્હાલે   રંગ   મોકલાવ્યો
તે  લાલ નહિ  નીકળ્યો  જોગિયો  જી  રે
અંગે  અંગે  તે  મારે  રોમ  રોમ  લાગ્યો
અંગે  અંગે  તે  મારે  રોમ  રોમ  લાગ્યો
કે  આગ  થઈ  ફૂટીયો  સાહેલડી  જી  રે
કે  આગ  થઈ  ફૂટીયો  સાહેલડી  જી  રે

ચોર્યાંસી  ભાતનો   સાથિયો   રે  માંડ્યો
કે  લાલ  રંગ  ખૂટ્યો   સાહેલડી  જી  રે
અડધી ભાતે  રે  મારો સાહ્યબો  રિસાયો
કે  હાય  સંગ  છૂટ્યો   સાહેલડી  જી  રે

ચોર્યાંસી  ભાતનો   સાથિયો   રે  માંડ્યો
કે  લાલ  રંગ  ખૂટ્યો   સાહેલડી  જી  રે
ચોર્યાંસી  ભાતનો   સાથિયો   રે  માંડ્યો

સ્વરઃ કૌમુદી મુનશી
ગીત-સંગીતઃ નિનુ મઝુમદાર

ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment