Tuesday 5 May 2015

રાખનાં રમકડાં

         રાખનાં રમકડાં
 
           રાખનાં રમકડાંને રામે
           મારા રામે રમતાં રાખ્યાં રે
           મૃત્યુલોકની માટી માથે માનવ કહીને ભાખ્યાં રે
           રાખનાં રમકડાંને, રમકડાંને …

           બોલે ડોલે રોજ રમકડાં  નિત નિત રમત્યું માંડે
           આ મારું  આ તારું  કહીને એક બીજાને ભાંડે રે
           રાખનાં રમકડાંને, રમકડાંને …

           એઈ કાચી માટીની કાયા માથે
           માયા કેરા રંગ લગાયા
           એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો 
           વીંઝણલા વીંઝાયા રે
           રાખનાં રમકડાંને, રમકડાંને …

           અંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી
           તનડાં ને મનડાંની વાતો આવી એવી ગઈ
           રાખનાં રમકડાંને, રમકડાંને …
સ્વર: ગીતા રોય અને એ.આર. ઓઝા ગીત-સંગીત: અવિનાશ વ્યાસ ચિત્રપટ: મંગળફેરા (૧૯૪૯) ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment