Wednesday 6 May 2015


ઝાંઝર  અલકમલકથી

ઝાંઝર  અલકમલકથી  આવ્યું રે
મને વ્હાલાએ પગમાં પહેરાવ્યું રે
મારું  ઝમકે   ઝમઝમ  ઝાંઝરણું

એને   ઘૂઘરે  ઘમકે  તારલિયા
એને  પડખે  ચમકે   ચાંદલિયા
એને  મોઢે  તે  બેઠા  મોરલિયા
મારું  ઝમકે  ઝમઝમ  ઝાંઝરણું

એ  રાજાએ   માગ્યું   ઝાંઝરણું
એ  રાણીએ   માગ્યું   ઝાંઝરણું
તોયે  વ્હાલે દીધું મને  ઝાંઝરણું
મારું   ઝમકે ઝમઝમ  ઝાંઝરણું

ઝાંઝર પહેરી  હું પાણીડાં  ચાલી
મારી હરખે  તે  સરખી  સાહેલી
એને ઠમકારે લોકની આંખ ઝાલી
મારું  ઝમકે  ઝમઝમ  ઝાંઝરણું

સ્વર: સરોજ ગુંદાણી
રચનાઃ સુન્દરમ્
સ્વરનિયોજનઃ રસિકલાલ ભોજક

ક્લીક કરો અને સાંભળો
ઓરિજિનલ ગ્રામોફોન રેકોર્ડઃ
 

No comments:

Post a Comment