Tuesday 5 May 2015


માહતાબ સમ મધુરો

માહતાબ  સમ  મધુરો  દિલકશ  દીદાર તારો
ઘડવા  તને  ખુદાએ   બેહદ  કમાલ  કરી  છે

ગુલોં  મિસાલ  કોમલ  ખીલતી  અને પમરતી
ગુલઝારની  ગુલાબી  મીઠી  તું  ગુલ  કલી છે

માહતાબ  સમ  મધુરો  દિલકશ  દીદાર તારો

લાખો  ગુલોંની   લાલી   રુખસારમાં  સમાવી
અમૃત ને મધની પ્યાલી  તુજ  હોઠમાં ભરી છે

માહતાબ  સમ  મધુરો  દિલકશ  દીદાર તારો

નીકળે  નૂરી   સિતારા  નૈનો  ચમકતા   તારા
રોશનીએ  જિસ્મ અંદર જન્નત  ખડી  કરી છે

માહતાબ  સમ  મધુરો  દિલકશ  દીદાર તારો

જોતાં  નઝર  ઠરી  રે   સૌના  જીગર   હરીને
સંસારને  સ્વર્ગ બનાવતી  તું દિલકશી પરી છે

માહતાબ  સમ  મધુરો  દિલકશ  દીદાર તારો
ઘડવા  તને  ખુદાએ   બેહદ  કમાલ  કરી  છે

સ્વર: મુકેશ
ગીત: દારા એમ. પ્રિન્ટર
સંગીતઃ વિસ્તષ્પ બલસારા (૧૯૪૯)

ક્લીક કરો અને સાંભળોઃ
 

No comments:

Post a Comment