Tuesday 5 May 2015


    ઓ ભાભી તમે થોડાં થોડાં થાવ વરણાગી 
 
          હવે થોડાં થોડાં, તમે થોડાં થોડાં થાવ વરણાગી
          ઓ ભાભી તમે થોડાં થોડાં થાવ વરણાગી

          નવી ફેશનની ધૂન બધે લાગી
          ઓ ભાભી તમે થોડાં થોડાં થાવ વરણાગી

          વરણાગી વીરાની વરણાગી વહુ બનો
          થોડું બંગાળી ને  અંગ્રેજી બહુ  ભણો

          મારા   ભાઈ   કેરો   ભ્રમ  જાય   ભાંગી
          ઓ ભાભી તમે થોડાં થોડાં થાવ વરણાગી

          કરો થોડો થોડો લટકો ને આંખડીનો મટકો

          જુઓ     લટકાળી    લલનાઓ    જાગી
          ઓ ભાભી તમે થોડાં થોડાં થાવ વરણાગી

          હવે થોડાં થોડાં, તમે થોડાં થોડાં થાવ વરણાગી
          ઓ ભાભી તમે થોડાં થોડાં થાવ વરણાગી

          કુમકુમનો ચાંદલો  આવડો તે હોય મોટો?
          ઊંચો ઊંચો સાડલો પહેર્યો છે સાવ ખોટો!

          હવે    જુના    બધા   વેશ    દ્યો  ત્યાગી
          ઓ ભાભી તમે થોડાં થોડાં થાવ વરણાગી

          હવે થોડાં થોડાં, તમે થોડાં થોડાં થાવ વરણાગી
          ઓ ભાભી તમે થોડાં થોડાં થાવ વરણાગી

          બંગાળી સાડીના લ્હેરણીયા લેહરાવો
          ઊંચી ઊંચી એડીની બૂટજોડી મંગાવો

          હવે      નવયુગની     વાંસલડી    વાગી
          ઓ ભાભી તમે થોડાં થોડાં થાવ વરણાગી

          હવે થોડાં થોડાં, તમે થોડાં થોડાં થાવ વરણાગી
          ઓ ભાભી તમે થોડાં થોડાં થાવ વરણાગી
સ્વર: ગીતા રોય ગીત-સંગીત: અવિનાશ વ્યાસ ચિત્રપટ: ગુણસુંદરી (૧૯૪૮) ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment