Tuesday 5 May 2015


         સમી સાંજનો ટહુકો

          સમી સાંજનો
          સમી સાંજનો ટહુકો મારી શેરીમાં વેરાયો
          સમી સાંજનો ટહુકો મારી શેરીમાં વેરાયો
          લળી લળી હું વીણું ત્યાં તો ચાંદે જઈ સંતાયો
          સમી સાંજનો ટહુકો મારી શેરીમાં વેરાયો
          સમી સાંજનો ટહુકો મારી

          સમી સાંજનો ટહુકો  જી  ચાંદાની આંખડીએ
          નીકળું હું તો ફરવા ચઢીને
          નીકળું હું તો ફરવા ચઢીને સૂરજની ચાખડીએ
          દૂર દૂર તે નજરે આવી
          દૂર દૂર તે નજરે આવી નાજુક નમણી ચારુ
          ચહું પૂછવા તેને હું તો  કોની તું વહુવારું
          સમી સાંજનો ટહુકો મારી શેરીમાં વેરાયો
          સમી સાંજનો ટહુકો મારી

          સ્મિતે એના રહ્યું વેરાઈ દિશ દિશમાં અજવાળું
          ત્યાં તો મારી દૃષ્ટિ પર એ ધીડી ગયું કો’ તાળું
          ચિતરાની હું ચિઠ્ઠી, ટહુકો તાળું એ ખખડાવે
          અલક મલકનાં રાગ પર આપ્યા ગીત કંઈથી આવે
          સમી સાંજનો ટહુકો મારી શેરીમાં વેરાયો
          સમી સાંજનો ટહુકો મારી

          ગયો ખોવાઈ ગીત મહીં એ સમી સાંજનો ટહુકો
          અમાસ મારી ગયો ઊજાળી
          અમાસ મારી ગયો ઊજાળી એ તો અમથો અમથો
          લીલા વનમાં રમે ચૂંદડી
          લીલા વનમાં રમે ચૂંદડી,  ચાંદો રમવા આવ્યો
          ચૂંદડી માથે ફાગ ચીતર્યો, રાગ સમીરણ વાયો

          સમી સાંજનો ટહુકો મારી શેરીમાં વેરાયો
          સમી સાંજનો ટહુકો મારી શેરીમાં વેરાયો

          લળી લળી હું વીણું ત્યાં તો ચાંદે જઈ સંતાયો
          સમી સાંજનો ટહુકો...
સ્વર: ગાયત્રી રાવળ ગીતઃ ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ ક્લીક કરો અને સાંભળોઃ
(આભારઃ સિદ્ધાર્થ ઝીણાભાઈ દેસાઈ)

No comments:

Post a Comment