Tuesday 5 May 2015

સાત સમન્દર તરવા ચાલી
 
સાત સમન્દર તરવા ચાલી  જ્યારે  કોઈ   નાવ  અકેલી

ઝંઝા  બોલી  ખમ્મા  ખમ્મા હિમ્મત  બોલી અલ્લાબેલી

એવા પણ  છે પ્રેમી અધૂરા  વાતોમાં   જે    શૂરા   પૂરા
શીર   દેવામાં   આનાકાની   દિલ   દેવાની   તાલાવેલી

સાત સમન્દર તરવા ચાલી  જ્યારે  કોઈ   નાવ  અકેલી
સાત સમન્દર તરવા ચાલી  જ્યારે  કોઈ   નાવ  અકેલી

કોનો સાથ  જીવનમાં  સારો  શૂન્ય તમે પોતે જ વિચારો
મહેનત પાછળ બબ્બે બાહુ  કિસ્મત પાછળ માત્ર હથેળી

સાત સમન્દર તરવા ચાલી  જ્યારે  કોઈ   નાવ  અકેલી
સાત સમન્દર તરવા ચાલી  જ્યારે  કોઈ   નાવ  અકેલી

આપખુદીનું  શાસન  ડોલ્યું  પાખંડીનું   આસન   ડોલ્યું
હાશ કહી  હરખાયો ઈશ્વર  ‘શૂન્યે’  જ્યાં લીલા  સંકેલી

સાત સમન્દર તરવા ચાલી  જ્યારે  કોઈ   નાવ  અકેલી
સાત સમન્દર તરવા ચાલી  જ્યારે  કોઈ   નાવ  અકેલી

ઝંઝા  બોલી  ખમ્મા  ખમ્મા હિમ્મત  બોલી અલ્લાબેલી
સાત સમન્દર તરવા ચાલી  જ્યારે  કોઈ   નાવ  અકેલી
સ્વર અને સંગીતઃ ભરત ગાંધી રચનાઃ ‘શૂન્ય’ પાલનપુરી ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment