Wednesday 6 May 2015


    હું હરતી ફરતી રસ્તે રઝળતી વાર્તા 

        હું હરતી ફરતી રસ્તે રઝળતી વાર્તા
        હું હરતી ફરતી રસ્તે રઝળતી વાર્તા

        નિરાધાર નારી ધારી મને આંખ્યું ના મચકારતા
        હું રસ્તે રઝળતી વાર્તા
        હું હરતી ફરતી રસ્તે રઝળતી વાર્તા

        હું એ સીતા છું રામચંદ્રની વનમાં વિછુડાયેલી
        હું શકુંતલા છું  દુષ્યંતની  પળમાં વિસરાયેલી
        હું સતી અહલ્યા...
        સતી અહલ્યા થઈને શલ્યા  વન વેરાન પડેલી
        હું દ્રૌપદી છું નિજ પતિને હાથે રમતે મૂકાયેલી

        આ ભેદ-ભરમથી ભરપૂર નયના
        જીવતાં આંસુ સારતાં
        હું રસ્તે રઝળતી વાર્તા....

        જગ સંબોધે 'જગદંબા' કહી કોઈ નથી પૂજારી
        અરે!  પૂજારીના પહેરવેશમાં  જોયા મેં શિકારી

        ટગર-ટગર શું જુઓ છો?
        ટગર-ટગર શું જુઓ છો?
        હું સર્જનની કરનારી
        આજ મૂર્તિમંત વિસર્જન થઈને
        માંગું ભીખ ભિખારી!

        હું સવાલ છું, હું જવાબ છું
        હું સવાલ છું, હું જવાબ છું
        જેને કોઈ નથી વિચારતા
        હું રસ્તે રઝળતી વાર્તા...
સ્વર: લતા મંગેશકર ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦) ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment