Wednesday 6 May 2015

સાર આ સંસારમાં ન જોયો
 
સાર  આ  સંસારમાં  ન જોયો સાર આ સંસારમાં ન જોયો
મેં  બહુ   રીતે   તપાસતાં  સાર આ સંસારમાં ન જોયો

ધન ધરા દ્યુત શઠની  પ્રીતે   મોંઘા  અવસરને મેં  ખોયો
મેં  બહુ   રીતે   તપાસતાં   સાર આ સંસારમાં ન જોયો

મૃગજળ પીવા કામ ન  આવે  વ્યર્થ  ઈન્દ્રજાળમાં હું મોહ્યો
મેં   બહુ   રીતે   તપાસતાં  સાર આ સંસારમાં ન જોયો

સાર આ સંસારમાં  ન જોયો  સાર આ સંસારમાં ન જોયો
મેં  બહુ   રીતે   તપાસતાં  સાર આ સંસારમાં ન જોયો
 
પુણ્ય પરમાર્થનો માર્ગ ન શોધ્યો જન્મને વૃથા મેં વગોવ્યો
મેં  બહુ   રીતે  તપાસતાં   સાર આ સંસારમાં ન જોયો

સાર આ સંસારમાં ન જોયો સાર  આ સંસારમાં  ન જોયો
મેં  બહુ   રીતે   તપાસતાં  સાર આ સંસારમાં ન જોયો

સ્વર: શ્રી આનંદકુમાર સી.
રચનાઃ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ
(જૂની રંગભૂમિના નાટક ‘બુદ્ધદેવ’નું ગીત)
 
ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment