Tuesday 5 May 2015


હું તો પૂછું પૂછું ને ભૂલી જાઉં રે
 
હું તો  પૂછું  પૂછું  ને  ભૂલી જાઉં રે
પૂછું   પૂછું    ને   ભૂલી   જાઉં રે
પછી  મનમાં  ને  મનમાં શરમાઉં રે
એ હું તો પૂછું  પૂછું ને ભૂલી જાઉં રે
પછી  મનમાં  ને  મનમાં શરમાઉં રે

એમ  થાતું  કે  ગીત  ક્યું  ગાઉં રે
ગાઉં   રે   ગાઉં   રે
હું  તો  સૂર  મહીં ખોવાતી  જાઉં રે

પ્રેમ  કોને  કહેવાય   હું  શું  જાણું
પ્રેમ  કોને  કહેવાય   હું  શું  જાણું
ભાન  ભૂલીને   પળ  પળને  માણું
સુખ   કોણે   આપણને  આ  દીધું
મેં   તો  પાપણને   પલકારે  પીધું

હું  તારા પડછાયે પડછાયો થાઉં રે
પછી  મનમાં ને  મનમાં શરમાઉં રે
એ હું તો પૂછું પૂછું ને ભૂલી જાઉં રે
પછી  મનમાં ને  મનમાં શરમાઉં રે

તારી  આંખ્યુંમાં   પ્રીત્યુંના  આંજણ
તારી   આંખ્યુંમાં  પ્રીત્યુંના  આંજણ
મેં તો જુગ જુગથી જોયા છે સાજણ
વહે  વાયરામાં  આપણી  જ  વાતો
ભ્રમર આપણાં જ  ગીત સદા ગાતો

ઓ તારા મઘમઘતા  શ્વાસને માણું રે 
પછી  મનમાં  ને  મનમાં શરમાઉં રે 
એ હું તો પૂછું  પૂછું ને ભૂલી જાઉં રે
પછી  મનમાં  ને  મનમાં શરમાઉં રે

સ્વર: આશા ભોસલે અને સુરેશ વાડકર
ગીતઃ માધવ રામાનુજ
સંગીતઃ ગૌરાંગ વ્યાસ
ચિત્રપટઃ પીઠી પીળી ને રંગ રાતો (૧૯૮૧)

ક્લીક કરો અને સાંભળોઃ
 

No comments:

Post a Comment