Tuesday 5 May 2015

મારા પાયલની છૂટી દોર
 
મારા પાયલની છૂટી દોર પાછી બાંધી દ્યો ને રસરાજ

મને   કહેતા  આવે  લાજ  મને  કહેતા  આવે  લાજ

હું  યે ઘાયલ, તું યે ઘાયલ બીજું કાંઈ હું  નથી જાણતી

ઘણું સમજાવ્યું તો ય  પાયલ મારું   કહ્યું  નથી માનતી

ભાંગી કાળજડાંની  કોર  પાછી  સાંધી દ્યો ને રસરાજ
ભાંગી કાળજડાંની  કોર  પાછી  સાંધી દ્યો ને રસરાજ

મને   કહેતા  આવે  લાજ   મને કહેતા  આવે  લાજ
મારા પાયલની છૂટી દોર પાછી બાંધી દ્યો ને રસરાજ

યૌવનનું   ખિલ્યું   ઉપવન  છે
યૌવનનું   ખિલ્યું   ઉપવન  છે
આકુળ વ્યાકુળ મુજ તનમન છે
આકુળ વ્યાકુળ મુજ તનમન છે

મને  કરશો  ના  નારાજ   મને  કરશો  ના  નારાજ
મારા પાયલની છૂટી દોર પાછી બાંધી દ્યો ને રસરાજ
મારા પાયલની છૂટી દોર પાછી બાંધી દ્યો ને રસરાજ

સ્વર: કૃષ્ણા કલ્લે
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ જેસલ તોરલ (૧૯૭૧)

ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment