Thursday 7 May 2015


બસ દુર્દશાનો એટલો

બસ  દુર્દશાનો   એટલો  આભાર  હોય  છે
જેને  મળું  છું  મુજથી  સમજદાર  હોય  છે

ઝંખે  મિલનને  કોણ  જો  એની  મજા  કહું
તારો  જે   દૂર  દૂરથી   સહકાર   હોય  છે

ટોળે  વળે  છે   કોઈની   દિવાનગી   ઉપર
દુનિયાનો  લોકો  કેવા  મિલનસાર  હોય છે

દાવો  અલગ  છે  પ્રેમનો  દુનિયાની રીતથી
એ  ચૂપ રહે  છે  જેનો  અધિકાર  હોય  છે

કાયમ  રહી   જો  જાય  તો  પેગંબરી  મળે
દિલમાં   જે  એક  દર્દ  કોઈ  વાર  હોય છે

હો  કોઈ  પણ  દિશામાં  બુલંદી  નથી જતી
આકાશ  જેમ   જેઓ   નિરાધાર  હોય  છે

નિષ્ફળ પ્રણય પણ  એને મટાડી નથી શકતો
તારા  ભણી  જે  મમતા  લગાતાર  હોય છે

જો  એ  ખબર પડે   તો   મજા  કેટલી  પડે
ઈશ્વર   જગતમાં  કોનો   તરફદાર  હોય છે

જાણે  છે  સૌ ગરીબ  કે  વસ્તુ ઘણી 'મરીઝ'
ઈશ્વરથી  પણ  વિશેષ   નિરાકાર  હોય  છે!
 
સ્વરઃ જગજીતસિંગ
રચનાઃ ‘મરીઝ’

ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment