Saturday 9 May 2015


માડી તારું કંકુ ખર્યું

માડી તારું  કંકુ ખર્યું  ને  સૂરજ ઊગ્યો
માડી તારું  કંકુ ખર્યું  ને  સૂરજ ઊગ્યો
જગ માથે  જાણે  પ્રભુતાએ પગ મૂક્યો

            કંકુ ખર્યું  ને  સૂરજ ઊગ્યો
માડી તારું  કંકુ ખર્યુ  ને  સૂરજ ઊગ્યો

       મંદિર સર્જાયું ને ઘંટારવ  જાગ્યો
નભનો ચંદરવો માએ આંખ્યુંમાં આંજ્યો
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો

            કંકુ ખર્યું  ને  સૂરજ ઊગ્યો
માડી તારું  કંકુ ખર્યુ  ને  સૂરજ ઊગ્યો

માવડીની   કોટમાં    તારાના    મોતી
જનનીની  આંખ્યુમાં  પૂનમની  જ્યોતિ
છડી  રે પોકારી  માની મોરલો ટહુક્યો

            કંકુ ખર્યું  ને  સૂરજ ઊગ્યો
માડી તારું  કંકુ ખર્યુ  ને  સૂરજ ઊગ્યો

નોરતાના  રથના  ઘૂઘરા   રે   બોલ્યાં
અજવાળી રાતે  માએ અમરત  ઢોળ્યાં
ગગનનો ગરબો માના ચરણોમાં ઝૂક્યો

            કંકુ ખર્યું  ને  સૂરજ ઊગ્યો
માડી તારું  કંકુ ખર્યુ  ને  સૂરજ ઊગ્યો

સ્વરઃ આશા ભોસલે
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ 

ક્લીક કરો અને સાંભળો
ઓરિજિનલ ગ્રામોફોન રેકોર્ડઃ


અને સાંભળો સુરતના અલકા મહેતા
પલ્લવી વ્યાસ અને સાથીદારોના સ્વરમાં
સમુહગાન રૂપે સુંદર પ્રસ્તુતિઃ

No comments:

Post a Comment