Tuesday 5 May 2015

ચંદન તલાવડીની પાળે
 
મારે   હેલ ભરવા જાવું જળ ભરવા
રે મારે હેલ ભરવા જાવું જળ ભરવા

નિત ચંદન તલાવડીની પાળે
જાવાનું  મારે   હેલ   ભરવા
નિત ચંદન તલાવડીની પાળે
જાવાનું  મારે   હેલ   ભરવા

મારો મારગડો આંતરી રંજાડે
ઊભો  રે   છેલ   શું   કરવા
નિત  ચંદન તલાવડીની પાળે
જાવાનું   મારે   હેલ   ભરવા

મારે   હેલ ભરવા જાવું જળ ભરવા
રે મારે હેલ ભરવા જાવું જળ ભરવા
 
એની અણીયાળી આંખડીના ચાળા
ઘાવ  ઉર  પર  કરે  છે  મનમાન્યા
એ  તો ગૂંથી  લ્યે  નજર્યુંની  જાળે
લાગે     મારું      મન     ચળવા

મારે   હેલ ભરવા જાવું જળ ભરવા
રે મારે હેલ ભરવા જાવું જળ ભરવા

ઘણી અધવચથી જાઉં  કેડો ચાતરી
મન માને નહિ  જાય ત્યાં ફરી ફરી
પાળે મૂંઝવણ આ કોણ મારી  ટાળે
ક્યાં   જાઉં    એની   રાવ   કરવા

મારે   હેલ ભરવા જાવું જળ ભરવા
રે મારે હેલ ભરવા જાવું જળ ભરવા

નિત ચંદન તલાવડીની પાળે
જાવાનું  મારે   હેલ   ભરવા

મારે   હેલ ભરવા જાવું જળ ભરવા
રે મારે હેલ ભરવા જાવું જળ ભરવા
 
સ્વર: કમલ બારોટ અને સાથીદારો
ગીતઃ ચંદ્રા જાડેજા
સંગીતઃ પુરૂષોત્તમ ઉપાધ્યાય (૧૯૭૪)

ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment