Saturday 9 May 2015


ઓછું આવ્યું મારા વાલમાને

ઓછું આવ્યું મારા વાલમાને રાતમાં
વાંકું  પડ્યું  એને  નાનીશી  વાતમાં
ઓછું આવ્યું મારા વાલમાને રાતમાં

પૂનમનો   ચાંદલો   જોઈને   હું  રોઈ પડી
નાવલિયો સમજ્યો હું ચાંદલિયે મોહી પડી

પ્રગટી અદેખાઈ  પુરુષની  જાતમાં
ઓછું આવ્યું મારા વાલમાને રાતમાં

એને મનાવવાને  ગીતડું   મેં  ગાયું
ગાતાં ગાતાં વ્હાલે બીજું  કૈં માગ્યું
ઓછું આવ્યું મારા વાલમાને રાતમાં

જ્યારે  ને  ત્યારે  પૂનમની  રાતમાં
ઓછું  એ  લાવે   નાનીશી વાતમાં
એનું  એ  ગીત  એને  એવું  ભાવ્યું
રોજ  રોજ  વાલમને ઓછું  આવ્યું

ઓછું આવ્યું મારા વાલમાને રાતમાં
વાંકું પડ્યું  એને  નાનીશી  વાતમાં
ઓછું આવ્યું મારા વાલમાને રાતમાં

સ્વરઃ શ્રીમતી જ્યોત્સના મહેતા
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ

ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment