Tuesday 5 May 2015

ગુરુ ચરણોની હું રજકણ છું
ગુરુ ચરણોની હું રજકણ છું

ગુરુ ચરણોની  હું  રજકણ છું
ગુરુ ચરણોની  હું  રજકણ છું

ગુરુગોવિન્દ વિના કોઈ સીધી
ગુરુગોવિન્દ વિના કોઈ સીધી
ઝીલે ન છાયા એ દલદલ છું

ગુરુ ચરણોની  હું  રજકણ છું
ગુરુ ચરણોની  હું  રજકણ છું

ચાલુ   હું    તમને   સથવારે
બાંધેલી    લયના   અણસારે
તાલ  ચૂકી   ને   તૂટી  પડેલું 
ગીત ગંગાનું  હું આભૂષણ છું

ગુરુ ચરણોની  હું  રજકણ છું
ગુરુ ચરણોની  હું  રજકણ છું

જ્યોતિ  ધરું    જલું  અંધારે
અજવાળે    અટવાવું    મારે
તેજ   તિમિરના  તાણે  વાણે
ગૂંચવાયેલું   ચંદ્ર   કિરણ  છું

ગુરુ ચરણોની  હું  રજકણ છું
ગુરુ ચરણોની  હું  રજકણ છું

સ્વર: મન્ના ડે
ગીતઃ કાંતિ અશોક
સંગીતઃ મહેશ-નરેશ
ચિત્રપટઃ તાનારીરી  (૧૯૭૫)

ક્લીક કરો અને સાંભળોઃ
     

No comments:

Post a Comment