Saturday 9 May 2015


રાતને માણો

રૂડી રૂડી રઢિયાળી રૂડી રઢિયાળી
અંગે અજવાળી  અંગે અજવાળી

રૂડી   રૂડી  રઢિયાળી
અંગે અંગે અજવાળી
આવી આવી પૂનમની રાત

રાતને માણો રૂમઝૂમતી રંગમાં
રાતને માણો, માણો
રાતને માણો રૂમઝૂમતી રંગમાં

એ....રૂડી રૂડી રઢિયાળી

ઝૂમો રે ઝૂમો, ગરબે ઘૂમો
ઝૂમો રે ઝૂમો, ગરબે ઘૂમો
ઝાંઝરને ઝણકાર, ઝાંઝરને ઝણકાર

દેજો રે દેજો, તાલી રે તાલી
દેજો રે દેજો, તાલી રે તાલી
કંકણને રણકાર, કંકણને રણકાર

નાચે નાચે થઈ વેલ, વરસે વાલાના  હેત
નાચે નાચે થઈ વેલ, વરસે વાલાના  હેત

વાંકી વાંકી  થઈને  સારી રાત
રાતને માણો રૂમઝૂમતી રંગમાં

રાતને માણો, માણો
રાતને માણો રૂમઝૂમતી રંગમાં

એ....રૂડી રૂડી રઢિયાળી

ગોરા રે ગોરા, ચાંદલિયામાં
ગોરા રે ગોરા, ચાંદલિયામાં
રાધાજીનો રંગ, રાધાજીનો રંગ

નીલા રે નીલા, આભલિયામાં
નીલા રે નીલા, આભલિયામાં
શામળિયાનો સંગ, શામળિયાનો સંગ

આ તો રંગીલી રાત, ગાઓ દિલડાંની વાત
આ તો રંગીલી રાત, ગાઓ દિલડાંની વાત
ગાતા ગાતા વીતી સારી રાત

રાતને માણો રૂમઝૂમતી રંગમાં
રાતને માણો, માણો
રાતને માણો રૂમઝૂમતી રંગમાં

રૂડી રૂડી રઢિયાળી, અંગે અજવાળી
આવી આવી પૂનમની રાત

રાતને માણો રૂમઝૂમતી રંગમાં
રાતને માણો, માણો
રાતને માણો રૂમઝૂમતી રંગમાં

સ્વરઃ  આશા ભોસલે
ગીતઃ બરકત વિરાણી ‘બેફામ’
સંગીતઃ કલ્યાણજી આણંદજી
ચિત્રપટઃ કુલવધુ (૧૯૭૭)

ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment