Wednesday 6 May 2015

એક સરખા દિવસ સુખના
એક સરખા દિવસ સુખના

જેને  મરણની પરવા નથી  એ  નર જગતમાં  મહાન  છે
પ્રીત ખાતર પ્રાણ ન્યોછાવર કરે એના સ્વર્ગમાં સન્માન છે

એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી
એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી

એથી જ  શાણા સાહેબીથી લેશ ફુલાતા નથી
એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી

ભાગ્ય રૂઠે  કે  રીઝે  એની તમા  જેમને નથી
એ  જ  શૂરા  જે મુસીબત જોઈ મૂંઝાતા નથી
એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી

ખીલે  તે  કરમાય  છે  સર્જાય  તે લોપાય છે
જે ચઢે  તે તે  પડે  એ  નિયમ બદલાતા નથી
એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી
એથી જ  શાણા સાહેબીથી લેશ ફુલાતા નથી

એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી
એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી

સ્વર: મન્ના ડે
ગીતઃ પ્રભુલાલ દ્વિવેદી
સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ માલવપતિ મુંજ (૧૯૭૬)

ક્લીક કરો અને સાંભળોઃ
     

No comments:

Post a Comment