Saturday 9 May 2015


અંદર તો એવું અજવાળું

અંદર તો એવું અજવાળું અજવાળું
અંદર તો એવું અજવાળું અજવાળું

ટળવળતી હોય આંખ જેને જોવાને
એ મીંચેલી આંખે ભાળુ
અંદર તો એવું અજવાળું અજવાળું
અંદર તો એવું અજવાળું અજવાળું

ઊંડે રે ઊંડે ઊતરતાં જઈએ ને
તોયે લાગે કે સાવ અમે તરીયે
મરજીવા મોતીની મુઠ્ઠી  ભરે ને
એમ ઝળહળતા શ્વાસ અમે ભરીયે
પછી આરપાર ઊઘડતાં જાય બધા દ્વાર
નહિ સાંકળ કે ક્યાંય નહિ તાળું

અંદર તો એવું અજવાળું અજવાળું
અંદર તો એવું અજવાળું અજવાળું

સૂરજ કે છીપમાં કે આપણામાં આપણે જ
ઓતપ્રોત એવા તો લાગીએ
ફુલની સુવાસ  સહેજ વાગતી હશે ને એમ
આપણને આપણે જ વાગીએ
આવું  જીવવાની  એકાદ પળ  જો મળે તો
એને જીવનભર પાછી ના વાળું

અંદર તો એવું અજવાળું અજવાળું
અંદર તો એવું અજવાળું અજવાળું
ટળવળતી હોય આંખ જેને જોવાને
એ મીંચેલી આંખે ભાળુ

અંદર તો એવું અજવાળું અજવાળું
અંદર તો એવું અજવાળું અજવાળું

સ્વરઃ શુભા જોશી
રચનાઃ માધવ રામાનુજ
સંગીતઃ શ્યામલ-સૌમિલ

ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment