Tuesday 5 May 2015

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું

મૈત્રીભાવનું  પવિત્ર  ઝરણું   મુજ  હૈયામાં  વહ્યા  કરે
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે
મૈત્રીભાવનું  પવિત્ર  ઝરણું   મુજ  હૈયામાં  વહ્યા  કરે

ગુણથી  ભરેલા ગુણીજન  દેખી  હૈયું મારું  નૃત્ય  કરે
એ  સંતોના ચરણ કમળમાં  મુજ જીવનનો અર્ધ્ય  રહે
મૈત્રીભાવનું  પવિત્ર  ઝરણું   મુજ  હૈયામાં  વહ્યા  કરે

દીન,  ક્રૂર  ને  ધર્મવિહોણાં   દેખી  દિલમાં  દર્દ  વહે
કરુણાભીની   આંખોમાંથી   અશ્રુનો   શુભ  સ્રોત વહે
મૈત્રીભાવનું  પવિત્ર  ઝરણું   મુજ  હૈયામાં  વહ્યા  કરે

માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ  ચીંધવા ઊભો રહું
કરે  ઉપેક્ષા  એ  મારગની  તો  ય  સમતા  ચિત્ત ધરું
મૈત્રીભાવનું  પવિત્ર  ઝરણું   મુજ  હૈયામાં  વહ્યા  કરે

ધર્મસ્થાનકની   ધર્મભાવના  હૈયે   સૌ   માનવ  લાવે
વેરઝેરનાં  પાપ   તજીને   મંગળ   ગીતો   એ  ગાવે

મૈત્રીભાવનું  પવિત્ર  ઝરણું   મુજ  હૈયામાં  વહ્યા  કરે
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે

રચના: શ્રી ‘ચિત્રભાનુ’ મહારાજ

ક્લીક કરો અને સાંભળો જૈન સમુહ પ્રાર્થના રૂપેઃ

ક્લીક કરો અને સાંભળો મુકેશના સ્વરમાં ૧૯૬૮નું સ્વરાંકન

No comments:

Post a Comment