Thursday 7 May 2015


પીપળાની નીચે તળાવ

પીપળાની નીચે તળાવ
નટ રે નાગર કેરો છૈયો  કનૈયો  મુને   કનડે  છે

લાગ્યો રે મુને કાળજડે ઘાવ
ઘેલો રે બળદેવજીનો ભૈયો કનૈયો  મુને  કનડે  છે

એની રે ગાવલડીના દૂધ મારે દોવા
એની રે માવડીના  વેશ  મારે ધોવા

જાણે રે બધું ગોકુળિયું ગામ
મનના માનેલાની  મૂરત  એ  તો  મારે  મનડે  છે

પીપળાની નીચે તળાવ
નટ રે નાગર કેરો  છૈયો  કનૈયો  મુને   કનડે  છે

નંદનો  કિશોર  ઝટ  જાયે ન જાણી
જાઉં રે પાણી ત્યારે ઘૂંઘટ દઉં તાણી

નીચા મારા લોચનિયા લાલ
જાણે  શું  કાળો  કનૈયો   વૃંદાવનને   ધમરે   છે

એવું ના કરિયે રે મારા શામળિયા
ગોકુળ  કેરી ગોપિયું  જઈને જશોદાને કહી દેશે

એવું ના કરિયે રે મારા રંગરસિયા
ગોકુળ  કેરી ગોપિયું  જઈને જશોદાને કહી દેશે

એવું ના કરિયે રે મારા શામળિયા
ગોકુળ  કેરી ગોપિયું  જઈને જશોદાને કહી દેશે

સ્વરઃ આશા ભોસલે
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ

ક્લીક કરો અને સાંભળોઃ




No comments:

Post a Comment