Tuesday 5 May 2015


પ્રીતડી બાંધતા રે બંધાય ના

પ્રીતડી બાંધતા રે  બંધાય  ના
બંધન જનમોજનમના ભૂલાય ના
લખ્યું   લલાટનું  ના   ભૂંસાય
કે પ્રીતડી બાંધતા રે બંધાય ના
 
કે પ્રીતડી બાંધતા રે બંધાય ના
બંધન જનમોજનમના ભૂલાય ના
લખ્યું  લલાટનું   ના   ભૂંસાય
કે પ્રીતડી બાંધતા રે બંધાય ના

સપનાં રોળાઈ ગયા કાળજ  કોરાઈ ગયા
સપનાં રોળાઈ ગયા કાળજ  કોરાઈ ગયા
તારી જુદાઈમાં મનથી રુંધાઈ ગયા
ઓ વ્હાલમા…  હાય  ઓ વ્હાલમા

તડકો ને છાંયો જીવન છે
નાહક   મૂંઝાઈ   ગયા

કે પ્રીતડી બાંધતા રે બંધાય ના
બંધન જનમોજનમના ભૂલાય ના
લખ્યું   લલાટનું  ના  ભૂંસાય
કે પ્રીતડી બાંધતા રે બંધાય ના

નૈને   નીંદર  નથી
હો  નૈને નીંદર નથી
ક્યાં છું  ખબર નથી
દિલડાને  જંપ  હવે 
તારા  વગર   નથી
 
ઓ વ્હાલમા…હાય ઓ વ્હાલમા…
સંસારી ઘુઘવતા સાગરે
ડુબવાનો  ડર   નથી

કે પ્રીતડી બાંધતા રે બંધાય ના
બંધન જનમોજનમના ભૂલાય ના
લખ્યું   લલાટનું   ના  ભૂંસાય
કે પ્રીતડી બાંધતા રે બંધાય ના

તારી લગન લાગી અંગે  અગન  જાગી
વિયોગી  તારલીનું ગયું  રે મન  ભાંગી
ઓ વ્હાલમા…    હાય ઓ વ્હાલમા…..

વસમી વિયોગની વાટમાં
લેજો  મિલન   માંગી 

કે પ્રીતડી બાંધતા રે બંધાય ના
બંધન જનમોજનમના ભૂલાય ના
લખ્યું   લલાટનું   ના  ભૂંસાય
કે પ્રીતડી બાંધતા રે બંધાય ના

સ્વર: ઉષા મંગેશકર અને મહેન્દ્ર કપુર
ગીતઃ ધીરજ વોરા
સંગીતઃ સુરેશ કુમાર
ચિત્રપટઃ કરિયાવર (૧૯૭૭)

ક્લીક કરો અને સાંભળોઃ

 

No comments:

Post a Comment