Friday 8 May 2015


         ચાલતા રહેજો
સુખદુઃખ તો આવશે હસીને સહેજો સુખદુઃખ તો આવશે હસીને સહેજો જીવનનો સંદેશ છે ચાલતા રહેજો જીવનનો સંદેશ છે ચાલતા રહેજો ચાલતા રહેજો... જીવનનો સંદેશ છે ચાલતા રહેજો હિંમત ના જે હારે તેના હાથમાં કિસ્મત છે હિંમત ના જે હારે તેના હાથમાં કિસ્મત છે પળ પળને જે પડકારે તેના કદમોમાં જગત છે ઝૂકશો ના સમયથી... ઝૂકશો ના સમયથી એને ઝૂકાવજો જીવનનો સંદેશ છે ચાલતા રહેજો ચાલતા રહેજો... જીવનનો સંદેશ છે ચાલતા રહેજો આજે જે દેખાય પસીનો કાલે બનશે મોતી આજે જે દેખાય પસીનો કાલે બનશે મોતી મહેનત તારી રંગ લાવશે દુનિયા રહેશે જોતી પગલે પગલે મહેનતના... પગલે પગલે મહેનતના ગીત દોહરાવજો જીવનનો સંદેશ છે ચાલતા રહેજો ચાલતા રહેજો... જીવનનો સંદેશ છે ચાલતા રહેજો દિવસ કોઈના સરખા કદી ન રહ્યા ના રહેવાના દિવસ કોઈના સરખા કદી ન રહ્યા ના રહેવાના ફૂલ ફરી ખિલવાના ને પંખી ફરી ગીત ગાવાના છોડી નિરાશાને... છોડી નિરાશાને આશાઓ જગાવજો જીવનનો સંદેશ છે ચાલતા રહેજો ચાલતા રહેજો... જીવનનો સંદેશ છે ચાલતા રહેજો સુખદુઃખ તો આવશે હસીને સહેજો સુખદુઃખ તો આવશે હસીને સહેજો જીવનનો સંદેશ છે ચાલતા રહેજો જીવનનો સંદેશ છે ચાલતા રહેજો
સ્વરઃ મહેન્દ્ર કપૂર ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment