Tuesday 5 May 2015

     આવી આવી નોરતાની રાત
 
            આવી  આવી  નોરતાની  રાત
            મારી સૈયર ગરબે રમવા હાલો

            હાલો
            આવી  આવી  નોરતાની  રાત
            મારી સૈયર ગરબે રમવા હાલો

            રૂડો  ચાચરનો  ચોક  શણગારી
            રૂડો  ચાચરનો  ચોક  શણગારી
            માથે       ચંદરવો     ઓઢાળો
            ગરબે રમવા હાલો

            હાલો
            આવી  આવી  નોરતાની  રાત 
            મારી સૈયર ગરબે રમવા હાલો

            તોરણ  બાંધ્યા   માંડવે  અને 
            દીવડા       મેલ્યા        દ્વાર
            સરખી    સહિયર     આવજો 
            સોળે      સજી       શણગાર

            એ…ય  સોળે સજી  શણગાર 
            સૈયર મોરી ગરબે રમવા હાલો
 
            હાલો
            આવી  આવી  નોરતાની  રાત
            મારી સૈયર ગરબે રમવા હાલો

            એ… ચરણે ઝાંઝર ઝમકતાં ને
            કર         કંકણનો       સાથ
            કાને    લટકે    લોળિયાં    ને
            મેંદી         ભરેલા       હાથ

            એ…ય   મેંદી ભરેલા  હાથ રે 
            સૈયર મોરી ગરબે રમવા હાલો

            હાલો
            આવી  આવી  નોરતાની રાત
            મારી સૈયર ગરબે રમવા હાલો

            આવી  આવી  નોરતાની રાત
            મારી સૈયર ગરબે રમવા હાલો
સ્વર: કમલ બારોટ અને સાથી ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ (૧૯૭૧) ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment