Saturday 9 May 2015


        કાંકરિયાની પાળે
હે કાંકરિયાની પાળે ને આથમતે અજવાળે ને આંખડીયુંને ચાળે મારો મીઠો મીઠો પ્રેમ કેરો હેલો સાંભળો જી હો જી રે... મારો હેલો સાંભળો જી હે કાંકરિયાની પાળે ને આથમતે અજવાળે ને આંખડીયુંને ચાળે મારો મીઠો મીઠો પ્રેમ કેરો હેલો સાંભળો જી હો જી રે... મારો હેલો સાંભળો જી બની ઠની જ્યારે તમે પોળમાં નીકળતાં ટીકી ટીકી જોનારાનાં હૈયાં રે ઊછળતાં હે...એ...એ... રાયપુરની રાણી ને સારંગપુરની શાણી શાહીબાગની શેઠાણી મારો મીઠો મીઠો પ્રેમ કેરો હેલો સાંભળો જી હો જી રે... મારો હેલો સાંભળો જી હે કાંકરિયાની પાળે ને આથમતે અજવાળે ને આંખડીયુંને ચાળે મારો મીઠો મીઠો પ્રેમ કેરો હેલો સાંભળો જી હો જી રે... મારો હેલો સાંભળો જી ગોરી તને વાત કહું આજે મારા દિલની સાડીયું પહેરાવું તને જુદી જુદી મિલની કસ્તુરભાઈની કાળી ને લાલભાઈની લાલી સારાભાઈની સારી મારો મીઠો મીઠો પ્રેમ કેરો હેલો સાંભળો જી હો જી રે... મારો હેલો સાંભળોજી હે કાંકરિયાની પાળે ને આથમતે અજવાળે ને આંખડીયુંને ચાળે મારો મીઠો મીઠો પ્રેમ કેરો હેલો સાંભળો જી હો જી રે... મારો હેલો સાંભળો જી
સ્વરઃ આનંદકુમાર સી. ગીતઃ અવિનાશ વ્યાસ સંગીતઃ ગૌરાંગ વ્યાસ ચિત્રપટઃ પારકી થાપણ (૧૯૭૯) ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment