Saturday 9 May 2015


તમે થોડું ઘણું સમજો તો સારું

તમે થોડું ઘણું સમજો તો સારું         
કે રાજ વહેતા વાયરાને કેમ કરી વારું 
વહેતા વાયરાને કેમ કરી વારું         

        તમે થોડું ઘણું સમજો તો સારું
કે રાજ વહેતા વાયરાને કેમ કરી વારું
         વહેતા વાયરાને કેમ કરી વારું

ધારી ધારીને તમે બોલ્યા બે વેણ એની
અણધારી ચોટ ઉરે લાગી             
ધારી ધારીને તમે બોલ્યા બે વેણ એની
અણધારી ચોટ ઉરે લાગી             

જેનાં શમણામાં મીઠી નીંદર મ્હાણી’તી
એની   ભ્રમણામાં    રાતભર    જાગી
ભર્યા ઘરમાં હું  કેમ રે પોકારું હો રાજ

        તમે થોડું ઘણું સમજો તો સારું
કે રાજ વહેતા વાયરાને કેમ કરી વારું
         વહેતા વાયરાને કેમ કરી વારું

આપણી તે મેડીએ રે આપણ બે એકલાં ને
ફાવે તેવીતે રીતે મળજો                   
આપણી તે મેડીએ રે આપણ બે એકલાં ને
ફાવે તેવીતે રીતે મળજો                   

મોટા નાનામાં  મારે  નીચા  જોણું  છે
રહો  અળગા  કે  વાટ  ના  આંતરજો
મોટા ઘરની હું નાની વહુવારુ હો રાજ

        તમે થોડું ઘણું સમજો તો સારું
કે રાજ વહેતા વાયરાને કેમ કરી વારું
         વહેતા વાયરાને કેમ કરી વારું
તમે થોડું ઘણું સમજો તો સારું        

સ્વરઃ  કૌમુદી મુનશી
ગીતઃ હરીન્દ્ર દવે
સંગીતઃ નિનુ મઝુમદાર

ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment