Wednesday 6 May 2015


         આનંદે નાચે
 
          આનંદે નાચે
          આનંદે નાચે મારું મન ઉમંગે નાચે
          આનંદે નાચે

          આનંદે નાચે
          આનંદે નાચે મારું મન ઉમંગે નાચે
          આનંદે નાચે

          ખુશીનો દિન આજે
          દિલ મહીં ખુશખુશાલી
          દિલ મહીં ખુશખુશાલી
          જાગી આનંદની ઉર્મિ
          મનડું દે છે તાલી
          મનડું દે છે તાલી
          મનહર કોઈ રાગિણી સુણી
          ઘેલી ઘેલી થાઉં રે

          આનંદે નાચે
          આનંદે નાચે મારું મન ઉમંગે નાચે
          આનંદે નાચે

          જાણે આવી બાગમાં મારા
          ઋત સુહાની દોડી દોડી
          ફૂલ ભર્યા મેં આજ અંબોડલે
          રંગબેરંગી તોડી તોડી
          આજે આનંદે છલકંતુ
          ગીત ગાઉં રે
          મારું મન નાચે રે

          આનંદે નાચે
          આનંદે નાચે મારું મન ઉમંગે નાચે
          આનંદે નાચે

          શાને આજે દિલડું મારું
          ઊડવાને લલચાય રે
          શાને આજે દિલડું મારું
          ઊડવાને લલચાય રે
          પાંખ પસારી એ પંખીડું
          ગગને ઊડી જાય રે
          પાંખ પસારી એ પંખીડું
          ગગને ઊડી જાય રે
          સૂરે રાગ ભરી
          ગીતે તાલ ભરી રાચે રે

          આનંદે નાચે
          આનંદે નાચે મારું મન ઉમંગે નાચે
          આનંદે નાચે
સ્વર: ગીતા રોય ગીત-સંગીતઃ જગદીપ વિરાણી ચિત્રપટઃ નસીબદાર (૧૯૫૦) ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment