Saturday 9 May 2015


શમણાંઓ વિખાઈ ગયાં

શમણાંઓ  વિખાઈ  ગયાં                              
આંસુડાના  બિન્દુ   થઈને  આંખોમાં   છૂપાઈ    ગયાં

શમણાંઓ  વિખાઈ  ગયાં                              
આંસુડાના  બિન્દુ   થઈને  આંખોમાં   છૂપાઈ    ગયાં

જીવનનું  મેં  અમૃત  દીઠું  બંધ  આંખોને  લાગ્યું  મીઠું
જીવનનું  મેં  અમૃત  દીઠું  બંધ  આંખોને  લાગ્યું  મીઠું
આંખ  ઉઘડતાં થયું  અદીઠું  જામ ભર્યાં  ઢોળાઈ  ગયાં

શમણાંમાં  મેં  જીવતર જોયું,  પ્રીતિનું   પાનેતર   જોયું
આશાની   મેં  ગૂંથી  વેણી                              
આશાની   મેં  ગૂંથી  વેણી,  ત્યાં   ફૂલ  કરમાઈ  ગયાં

ઝબકી ઝબકી ને  જાગું  છું. સ્વપ્નો ફરી જોવા માગુ છું
ઝબકી ઝબકી ને  જાગું  છું, સ્વપ્નો ફરી જોવા માગુ છું
ખોયેલાં સપના ક્યાં ખોળું, ખોળું ત્યાં તો ખોવાઈ ગયાં

શમણાંઓ  વિખાઈ  ગયાં                              
આંસુડાના  બિન્દુ   થઈને  આંખોમાં   છૂપાઈ    ગયાં
શમણાંઓ  વિખાઈ  ગયાં                              

સ્વરઃ ગીતા રોય અને મુકેશ
ગીતઃ પ્રફુલ્લ દેસાઈ
સંગીતઃ મુકુલ રોય
ચિત્રપટઃ વિધાતા (૧૯૫૬) 

ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment