Saturday 9 May 2015


સજન મારી પ્રીતડી

સજન મારી  પ્રીતડી  સદીઓ  પુરાણી
ભૂલી  ના   ભૂલાશે    પ્રણય   કહાણી
સજન મારી પ્રીતડી

તમે મારા મનના મોહન જગથી  દુલારા
એક રે આ તન ને જુદા રચાણાં કિનારા
સુખમાં તમારા  મારી સીમા  રે સમાણી
સજન મારી પ્રીતડી

સુહાગણ રહીને મરવું  જીવવું તો  સંગમાં
પલપલ ભીંજાવું  તમને  પ્રીતડીના રંગમાં
સજન મારી પ્રીતડી

જીગર ને અમીની આ તો રજની સુહાગી
મળી રે  જાણે સારસની જોડલી  સુભાગી
છાયા   રૂપે   નયનને    પિંજરે   પુરાણી
સજન મારી પ્રીતડી

સ્વર : સુમન કલ્યાણપુર
ગીતઃ કાંતિ અશોક
સંગીતઃ મહેશ-નરેશ
ચિત્રપટઃ જીગર અને અમી (૧૯૭૦)

ક્લીક કરો અને સાંભળોઃ

નોંધઃ આ ગીતના મુકેશના સ્વરમાં
ગવાયેલ વર્ઝન માટે જુઓ ક્રમાંક ૪૯.

No comments:

Post a Comment