Thursday 7 May 2015

       ગલાલ વહુ ગરબે રમવા જાય

         ગલાલ વહુ ગરબે રમવા જાય હોં કે હોં કે હોં કે
         ગલાલ વહુ ગરબે રમવા જાય હોં કે હોં કે હોં કે

         સાદ  એમનો  સાકર જેવો  આભે જઈ અથડાય
         હોં કે હોં કે હોં કે                                 
         હોં કે હોં કે હોં કે                                 

         ગલાલ વહુ ગરબે રમવા જાય હોં કે હોં કે હોં કે
         ગલાલ વહુ ગરબે રમવા જાય હોં કે હોં કે હોં કે

         હાથે શોભે બાજુબંધ ને કનક તણો કંદોરો પહેરે
         મુખે પાન તંબોળી ચાવે વરણાગી  વિખરેલ વેશે
         ઘૂમટો   તાણી  તાણી  દેતાં  મુખલડું   મલકાય
         હોં કે હોં કે હોં કે                                 
         ગલાલ વહુ ગરબે રમવા જાય હોં કે હોં કે હોં કે
         ગલાલ વહુ ગરબે રમવા જાય હોં કે હોં કે હોં કે

         રોકી  ન  દેતી  લાજ લાખેણી  અંગે અંગે રંગે
         ગલાલવહુનો ગરબો ચગતો  રમતા સૈયર સંગે
         પહેરી પટોળું  પાટણ  કેરું  બહોળું  રૂપ રેલાય
         હોં કે હોં કે હોં કે                                 
         ગલાલ વહુ ગરબે રમવા જાય હોં કે હોં કે હોં કે
         ગલાલ વહુ ગરબે રમવા જાય હોં કે હોં કે હોં કે

         સુંદર સારું મુખ રૂપાળું આંખ્યુંમાં પાંપણનું જાળું
         જાણે  પૂનમ  રમવા આવી
         જોબન એનું  લઈ મતવાલું
         જોઈ  એમને   આભે   બેઠો   ચંદરમા  શરમાય
         હોં કે હોં કે હોં કે                                 

         ગલાલ વહુ ગરબે રમવા જાય હોં કે હોં કે હોં કે
         ગલાલ વહુ ગરબે રમવા જાય હોં કે હોં કે હોં કે
સ્વરઃ આશા ભોસલે ગીત-સંગીત: અવિનાશ વ્યાસ ચિત્રપટઃ ચંદન મલયાગિરિ (૧૯૭૮) ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment