Wednesday 6 May 2015

નાગર વેલિયો રોપાવ
નાગર વેલિયો રોપાવ

નાગર  વેલિયો  રોપાવ તારા રાજમહેલોમાં
નાગર  વેલિયો  રોપાવ તારા રાજમહેલોમાં

રૂડાં  માંડવડાં   બંધાવ  તારા રાજમહેલોમાં
રૂડાં  માંડવડાં   બંધાવ  તારા રાજમહેલોમાં

નાગર  વેલિયો  રોપાવ તારા રાજમહેલોમાં

આંબલિયાની ડાળે, રૂડા સરવરિયાની પાળે
રાજા  હિંચકે   હિંચાવ  તારા રાજમહેલોમાં

નાગર  વેલિયો  રોપાવ તારા રાજમહેલોમાં

ઠંડી હવા જો લાગે અમને અંગપીડાઓ જાગે
રૂડા   વૈદડાં   વસાવ   તારા  રાજમહેલોમાં

નાગર  વેલિયો  રોપાવ તારા રાજમહેલોમાં

કોયલડી જ્યાં બોલે  પૂરા કાળજડાં કંઈ ડોલે
રાજા  બંસરી  બજાવ   તારા  રાજમહેલોમાં

નાગર  વેલિયો  રોપાવ  તારા રાજમહેલોમાં
નાગર  વેલિયો  રોપાવ  તારા રાજમહેલોમાં

સ્વરઃ અનુરાધા પૌડવાલ
રચનાઃ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ
(જૂની રંગભૂમિના નાટક ‘સમુદ્રગુપ્ત’નું ગીત)

ક્લીક કરો અને સાંભળોઃ
     

No comments:

Post a Comment