Tuesday 5 May 2015


     હું કંઈ ના સમજી વહાલા
 
        જરા ઘૂંઘટ ઉઠાવી લ્યો
        પ્રીતિનું પાન કરવા દ્યો
        અધરની આ મધુશાળા
        જરા તો ઘૂંટ ભરવા દ્યો

        અધર-પધર,  શાળા? હં...
        આપણે તે કાંઈ છોકરાં છીએ કે શાળા...

        અરે ગાંડી શાળા નહિ
        મધુશાળા, મધ... મધ...

        બળ્યું. હું તો કાંઈ....જ સમજી નહિ

        હું કંઈ ના સમજી
        હું કંઈ ના સમજી વહાલા
        હું કંઈ ના સમજી
        હું કંઈ ના સમજી વહાલા

        પરણ્યાની પહેલી રાતે તમે
        શીદ કરો આવા ચાળા

        હું કંઈ ના સમજી
        હું કંઈ ના સમજી વહાલા
        હું કંઈ ના સમજી
        અરે કંઈ ના સમજી વહાલા

        શરમ મૂકીને જુએ દીવડો
        એને ફૂં...ક  મારી બૂઝાવો
        આ અસ્તવ્યસ્ત રૂપ મસ્ત થઈને
        શૈયા પર બીછાવો

        અસ્ટ વ્યસ્ટ?
        નહિ, અસ્તવ્યસ્ત

        બળ્યું આ તો ‘કાચો પાપડ... પાકો પાપડ’
        એના જ જેવું

        તું ગોરી ગોરાંદે મારી
        લોચનિયા નખરાળા

        હું કંઈ ના સમજી
        હું કંઈ ના સમજી વહાલા
        હું કંઈ ના સમજી
        અરે કંઈ ના સમજી વહાલા

        આ કેશની લટ વિખૂટી થઈ
        તારા લાલ કપોલે અટકી ગઈ
        તરસ્યું તરૂવર હું 
        તરૂવર પર 
        તું વેલ થઈ મને ચીટકી ગઈ

        હું અભણ ચરણની દાસી 
        તારી બોલીમાં અટવાઈ ગઈ
        તમને તો હું સમજી ગઈ
        પણ હું તમને સમજાઈ નહિ
        હું ભણી નથી કે ગણી નથી
        મને પજવો નહિ તમે ઠાલાં

        હું કંઈ ના સમજી
        હું કંઈ ના સમજી વહાલા
        હું કંઈ ના સમજી
        હું કંઈ ના સમજી વહાલા
સ્વર: મનહર ઉધાસ અને આશા ભોસલે ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ અભણ લક્ષ્મી (૧૯૮૦)
ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment