Friday 8 May 2015


તને સાચવે સીતા સતી

તને  સાચવે   પારવતી  અખંડ સૌભાગ્યવતી
તને  સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી

માના ખોળા સમું આંગણું તે મૂક્યું
બાપના મન સમું બારણું  તે મૂક્યું

તું તો પારકા ઘરની થતી અખંડ સૌભાગ્યવતી
તને  સાચવે   પારવતી   અખંડ સૌભાગ્યવતી

ભગવાનને આજ ભળાવી  દીધી
વિશ્વાસ   કરીને   વળાવી  દીધી

તારો સાચો સગો છે પતિ અખંડ સૌભાગ્યવતી
તને  સાચવે  સીતા સતી અખંડ સૌભાગ્યવતી

સ્વરઃ લતા મંગેશકર
રચનાઃ બરકત વિરાણી
સંગીતઃ કલ્યાણજી આણંદજી
ચિત્રપટઃ અખંડ સૌભાગ્યવતી (૧૯૬૪)

ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment