Friday 8 May 2015


ધીરે રે છેડો રે ઢોલી ઢોલકાં

ધીરે રે છેડો રે  ઢોલી ઢોલકાં!                              
                              એક વેલથી પાન પીંખાઈ રહ્યું
ને મંગલ ટાણાંની મેંદીને  પીસતાં પીસતાં મન પીસાઈ ગયું
ધીરે રે છેડો રે  ઢોલી ઢોલકાં!                              

જાઓ રે છૂપાઈ ઓ શરણાઈ તારા સૂર નથી રે હવે સુણવાં
હું મુરલીએ ડોલન્તો નાગ નથી કે નાચ નાચું ને માંડુ ધૂણવાં
આ મંગલ દિને  શાણપણું  મેં તો રાખ્યું  તો ય રિસાઈ ગયું
                               એક વેલથી પાન પીંખાઈ રહ્યું
ધીરે રે છેડો રે  ઢોલી ઢોલકાં!                              

જરીએ  જડેલ  તને  અંબર  દીકરી  દીધાં  મેં ગોતી ગોતી
સોના રે  દીધાં  ને  રૂપા રે  દીધાં  માણેક  દીધાં  ને  મોતી
                             એક ના દીધું તને આંસુનું મોતી
તને દઉં ના દઉં ત્યાં વેરાઈ ગયું                            
                               એક વેલથી પાન પીંખાઈ રહ્યું
ધીરે રે છેડો રે  ઢોલી ઢોલકાં!                               

સ્વરઃ આશા ભોસલે
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ દાદા હો દીકરી (૧૯૭૭)

ક્લીક કરો અને સાંભળોઃ

આ અનોખા ગીતને આશિત દેસાઈએ ઓર વધુ બહેલાવી-સજાવી ગાયું છે સાંભળોઃ

No comments:

Post a Comment