Tuesday 5 May 2015


    વાતું કોને જઈને કરીએ

         વાતું કોને જઈને કરીએ
         વાતું કોને જઈને કરીએ
         હૈયાની હુતાશણને બસ
         હૈયામાં સંઘરીએ
         વાતું કોને જઈને કરીએ
         વાતું કોને જઈને કરીએ

         ઈ વાતડિયે વ્રેમાન્ડ ડોલે
         દવ લાગે મધદરિયે
         ઈ વાતડિયે વ્રેમાન્ડ ડોલે
         દવ લાગે મધદરિયે
         ઊકળતા આ ચરુ અંતરના
         અગ્નિ ઝાળો લઈએ
         વાતું કોને જઈને કરીએ
         વાતું કોને જઈને કરીએ

         સંકેલાણી  દિશાયું સઘળી
         ક્યાં ઉતારો કરીએ
         જગત તણા તપતા રણમાં
         અમે તરસ્યાં તરસે મરીએ
         વાતું કોને જઈને કરીએ
         વાતું કોને જઈને કરીએ

         હૈયાની હુતાશણને બસ
         હૈયામાં સંઘરીએ
         વાતું કોને જઈને કરીએ
સ્વર: સુમન કલ્યાણપુર ગીતઃ કવિ 'દાદ' સંગીતઃ ગૌરાંગ વ્યાસ ચિત્રપટઃ મા એવરત જેવરત (૧૯૭૭) ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment