Thursday 7 May 2015


દૂધે ભરી તલાવડી

ઘમ્મર ઘમ્મર મારો ગરબો રે માથે
ને  લટક મટક  ચાલે  ઢલકંત ઢેલ

હે  લરફર  સરફર   સૈયર   સંગે
રૂમક  ઝૂમક   જાયે   રૂપ રંગ  રે

હે કેડમાં કંદોરો ને કોટમાં છે દોરો
સાકરિયો સાદ  કંઠે કોયલનો શોર

હે  મદભર  રસભર  નૈન  નચાવે
નાજુક       નમણી     નાગરવેલ
નાજુક       નમણી     નાગરવેલ
નાજુક       નમણી     નાગરવેલ

હે દૂધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે
ઝીલણ  ઝીલવા  ગ્યાંતાં  ગરબે  ઘૂમવા  ગ્યાંતાં

હે વાટકી જેવડી વાવલડી ને
મંઈ  ખોબલો  પાણી માંય રે
ઝીલણ  ઝીલવા  ગ્યાંતાં  ગરબે  ઘૂમવા  ગ્યાંતાં

હે દૂધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે
ઝીલણ  ઝીલવા  ગ્યાંતાં  ગરબે  ઘૂમવા  ગ્યાંતાં
 
ગરબો માથે  કોરિયો
માંએ ઝબક દીવડો થાય મારી માડી
ગરબો રૂડો ડોલરીયો
એ તો ઘમ્મરઘમ્મર ઘૂમે મારી માડી

હે તાળીઓની  રમઝટ
હે તાળીઓની  રમઝટ
પગ પગ  પડે  ને  ત્યાં
ધરણી  ધમધમ થાય રે
ઝીલણ  ઝીલવા  ગ્યાંતાં  ગરબે  ઘૂમવા  ગ્યાંતાં

હે દૂધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે
ઝીલણ  ઝીલવા  ગ્યાંતાં  ગરબે  ઘૂમવા  ગ્યાંતાં
 
હળવે  હાલું તો  કેડ  ચહી  જાય
હાલું ઉતાવળી તો પગ  લચકાય
સાળુ સંકોરું તો  વાયરે ઉડી જાય
ધડકંતો  છેડલો  સરી  સરી જાય

હે પગને  ઠેકે  ધૂળની ડમરી  ગગનમાં છવાય રે
ઝીલણ  ઝીલવા  ગ્યાંતાં  ગરબે  ઘૂમવા  ગ્યાંતાં

હે દૂધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે
ઝીલણ  ઝીલવા  ગ્યાંતાં  ગરબે  ઘૂમવા  ગ્યાંતાં
 
ચ્યમ જઉં  ઘર આંગણીયે આજ
ગરબો  રંગે ચગ્યો  મારા વ્હાલા
થઈ  જાઉં   હું  તો   ઘેલી ઘેલી
હૈયા હિલોળાં ખાય મારા વ્હાલા

હે સરખેસરખી સૈયર ટોળે ઝટપટ ઝટપટ જાય રે
ઝીલણ  ઝીલવા  ગ્યાંતાં  ગરબે   ઘૂમવા  ગ્યાંતાં

હે  દૂધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે
ઝીલણ  ઝીલવા  ગ્યાંતાં  ગરબે   ઘૂમવા  ગ્યાંતાં

સ્વરઃ આશા ભોસલે
ગીત-સંગીત: પિનાકીન શાહ
ચિત્રપટઃ ગાજરની પીપૂડી (૧૯૭૯)

ક્લીક કરો અને સાંભળોઃ


No comments:

Post a Comment