Tuesday 5 May 2015

પિયુ આવો ઉરમાં સમાવો
 
પિયુ  આવો, ઉરમાં સમાવો, આવો આવો, ઉરમાં સમાવો

અંગે  અંગો  તમને  પૂકારે, અંગે  અંગો   તમને  પૂકારે
સૈંયા આવો  ઉરમાં સમાવો, પિયુ  આવો, ઉરમાં સમાવો

તનડું ડોલે  ને  ડોલે યૌવન નૈયા
પાયલ બાજે મોરી છનનન છૈયાં
તનડું ડોલે  ને  ડોલે યૌવન નૈયા
પાયલ બાજે મોરી છનનન છૈયાં

જનમોજનમની પ્રીતિ  પ્રીતમ જગાવો
જનમોજનમની પ્રીતિ  પ્રીતમ જગાવો
પ્રેમથી ભરી દો જીવન અમી વરસાવો

સૈંયા આવો  ઉરમાં સમાવો, પિયુ  આવો, ઉરમાં સમાવો

અર્પણ કરું છું તમને  ભવોભવ સારા
સાગરે  સમાઈ જેવી  સરિતાની ધારા
અર્પણ કરું છું તમને  ભવોભવ સારા
સાગરે  સમાઈ જેવી  સરિતાની ધારા
ઉમંગોની ગૂંથી માળા લિયો કંઠ ધારી
ઉમંગોની ગૂંથી માળા લિયો કંઠ ધારી
સર્વ અભિલાષા આજ પૂર્ણ કરો મારી

સૈંયા  આવો, ઉરમાં સમાવો, આવો આવો, ઉરમાં સમાવો
પિયુ  આવો, ઉરમાં સમાવો, આવો આવો, ઉરમાં સમાવો

સ્વર: રાજુલ મહેતા
ગીત-સંગીતઃ નિનુ મઝુમદાર
ચિત્રપટઃ ઓખાહરણ (૧૯૭૫)

ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment