Thursday 7 May 2015


            આ માસૂમ ચહેરો
લીધો એણે ચાંદો, લીધાં સૌ સિતારા લીધાં સૌએ શમણાં લીધાં સૌ શબાબો લીધાં એણે ઝરણાં, લીધાં સૌએ સાગર બનાવી તને ત્યારે પરવરદિગારે
આ માસૂમ ચહેરો... આ માસૂમ ચહેરો આ ગાલોના ખંજન ભલે તું ન માને છે જન્નત અમારી ભલે તું ન માને છે જન્નત અમારી આ નટખટ નિગાહો આ શ્વાસોની સરગમ ભલે તું ન માને છે જન્નત અમારી ભલે તું ન માને છે જન્નત અમારી આ રંગીન પુષ્પોમાં શબનમ સવારી હવાની લહેરમાં છે ખુશબુ તમારી જીગરમાં છે યારી નથી હું જુગારી આ રૂહે મુહબ્બત છે મજબૂરી મારી આ માસૂમ ચહેરો આ ગાલોના ખંજન ભલે તું ન માને છે જન્નત અમારી ભલે તું ન માને છે જન્નત અમારી નથી મહેફીલો તોય નેપુર રણકતાં નથી મહેફીલો તોય નેપુર રણકતાં સુરાહી છે ખાલી ને જામો છલકતાં આ સંમોહનો છે તું માને ન માને આ ધડકન છે તારી ને મદહોશી મારી આ માસૂમ ચહેરો આ ગાલોના ખંજન ભલે તું ન માને છે જન્નત અમારી ભલે તું ન માને છે જન્નત અમારી આ નટખટ નિગાહો આ શ્વાસોની સરગમ ભલે તું ન માને છે જન્નત અમારી ભલે તું ન માને છે જન્નત અમારી ઓ શમણાંની રાણી હતી ક્યાં છૂપાણી પૂકારી છે ચોમેર પુરકાદ તારી મિલનની ઘડીમાં ન કોઈ દિવાની આ જન્મોજનમથી હું તારો પૂજારી આ માસૂમ ચહેરો આ ગાલોના ખંજન ભલે તું ન માને છે જન્નત અમારી ભલે તું ન માને છે જન્નત અમારી આ નટખટ નિગાહો આ શ્વાસોની સરગમ ભલે તું ન માને છે જન્નત અમારી ભલે તું ન માને છે જન્નત અમારી
સ્વર: ભૂપિન્દર ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment