Tuesday 5 May 2015


        આજનો ચાંદલિયો મને લાગે 

           આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો
           કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

           તારા રે નામનો છેડ્યો એક તારો
           હું  તારી  મીરા તું ગિરધર મારો

           આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો
           કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

           આપણે  બે   અણજાણ્યા પરદેશી  પંખી
           આજ મળ્યાં જુગ જુગનો સથવારો ઝંખી

           જોજે વીંખાય નહીં શમણાનો માળો
           કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

           દો રંગી  દુનિયાની  કેડી  કાંટાળી
           વસમી છે  વાટ કેમ ચાલુ સંભાળી

           લાગે ના ઠોકર  જો હાથ તમે ઝાલો
           કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો
    
           આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો
           કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો
સ્વરઃ લતા મંગેશકર ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટ: લોહીની સગાઈ (૧૯૮૦) ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment