Tuesday 5 May 2015


      ઊંચેરા આભ કેરી
      કાળી કાળી વાદળી

          હો... ઊંચેરા...
          હો ઊંચેરા આભ કેરી કાળી કાળી વાદળી
          હો કાળી કાળી વાદળી
          આટલું જઈને કહેજે વાલમજીને
          પ્રીતમજીને
          આટલો સંદેશો મારો દેજે હો વાદળી

          હો... ઓલા પરદેશીને જઈને કહેજે  
          તારી પરણેતર જુએ વાટ
          ઘરનાં આંગણિયાં સૂના પડ્યાં છે 
          માંડ્યાં વિદેશે હાટ
          ઘરનાં આંગણિયાં સૂના પડ્યાં છે 
          માંડ્યાં વિદેશે હાટ
          જોઉં છું તારી વાટ
          હો વાદળી
          આટલો સંદેશો મારો દેજે હો વાદળી

          પ્રેમ ઋતુ  વીતી ને વીત્યો વસંત 
          તો ય મારા વિરહનો આવ્યો ના અંત
          પ્રેમ ઋતુ  વીતી ને વીત્યો વસંત 
          તો ય મારા વિરહનો આવ્યો ના અંત
          આટલાં સંભારણા કહેજે ઓ વાદળી
          આટલો સંદેશો મારો દેજે હો વાદળી

          રોજ ઊઠી એની વાટલડી જોઉં ને
          માનતા નમન હું માનું
          રોજ ઊઠી એની વાટલડી જોઉં ને
          માનતા નમન હું માનું
          ઓ મોંઘેરા...
          ઓ મોંઘેરી દેવની આરતી ઉતારવાનું
          ક્યારે આવશે ટાણું
          ઓ વાદળી આટલું જઈને કહેજે વાલમજીને
          પ્રીતમજીને
          આટલો સંદેશો મારો દેજે હો વાદળી
          આટલો સંદેશો મારો દેજે હો વાદળી
          આટલો સંદેશો મારો દેજે હો વાદળી
સ્વર: રામપ્યારી ગીત-સંગીતઃ રમેશ ગુપ્તા (૧૯૪૯) ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment