Saturday 9 May 2015

આજ ટહુકે રે ટહુકે રે

 આજ ટહુકે રે  ટહુકે રે  મારે  ટોડલે  બેઠો મોર
આજ ટહુકે રે  ટહુકે રે  મારે  ટોડલે  બેઠો મોર
એવો ટોડલે  બેઠો  મોર  નાચે ચિત્તડા કેરો ચોર
આજ ટહુકે રે  ટહુકે રે  મારે  ટોડલે  બેઠો મોર

ઓલી મહિસાગરને  આરે ઢોલ વાગે સે રે લોલ
તારા તનડા  મનડામાં  પ્રીતિ  જાગે  સે રે લોલ
બોલે  બોલ તારા  કાપે  કુણાં  કાળજાની  કોર
આજ ટહુકે રે  ટહુકે રે  મારે  ટોડલે  બેઠો મોર

ઢોલ ધીમો  ધીમો  ઢોલિડા  વગાડ્ય મા રે લોલ
જામી  રઢિયાળી રાતનો  રંગ જાય  ના રે લોલ
રંગ જામ્યો  છે  ને  સંગ હવે જામી જાશે  લોલ
આજ ટહુકે રે  ટહુકે રે  મારે  ટોડલે  બેઠો મોર

એવો ટોડલે  બેઠો  મોર  નાચે ચિત્તડા કેરો ચોર
આજ ટહુકે રે  ટહુકે રે  મારે  ટોડલે  બેઠો મોર

એ મારા પાલવનો છેલડો મેલ કે રાસે મને રમવા દે
હું તો મોરલો ને  તું તો મારી ઢેલ  કે રાસે રમવા દે
હું   તો  નમણી  નાગરવેલ  કે  રાસે મને રમવા દે
આ તો  પ્રીતિના માંડ્યાં છે ખેલ  કે  રાસે રમવા દે

કલાકારઃ
દમયંતી બારડાઈ અને
કરસનદાસ  સાગઠીયા

ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment