Friday 8 May 2015


પટારાની કૂંચી

પટારાની કૂંચી  મારી  લાડકડીને આપજો
પટારાની ચાવી મારી  બેનીબાને  સોંપજો

ગાળ ન  દેજો   બેનને   બેળ   ના  દેજો
વાડ  ને વાસીદું એમના જેઠાણીને આપજો

અમારી   તે    બેનીને    ઢોલિયા    દેજો
પાણીના બેડાં ઓલાં  નણંદબાને  આપજો

અમારી  તે  બેનીને   હીંડોળે   હીંચવજો
પટારાની કૂંચી  મારી  લાડકડીને આપજો

સ્વરઃ  વીણા મહેતા અને સાથી

ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment