Tuesday 5 May 2015


ખોવાયાને ખોળવા પ્રભુ

ખોવાયાને   ખોળવા  પ્રભુ                    
ખોવાયાને   ખોળવા  પ્રભુ  દ્યો  નયનો અમને
વાતો અધૂરી બોલવા પ્રભુ  દ્યો  વાચા  અમને
ખોવાયાને   ખોળવા  પ્રભુ  દ્યો  નયનો અમને

સુખ કેરા સોણલાં  સજ્યાં  હતાં જે  આંખમાં
એ  સોણલાં  સજીવન  કરીને  આપજો અમને
ખોવાયાને   ખોળવા  પ્રભુ  દ્યો  નયનો અમને

વાલમાનું  વ્હાલ લઈને કાલ ક્યાં ખોવાઈ ગઈ 
એ  વ્હાલભીની કાલ  આજે  આપજો  અમને
ખોવાયાને   ખોળવા  પ્રભુ  દ્યો  નયનો અમને

આજ  મારી  આંખડીનાં  આંસુ   પણ  ખૂટ્યાં
પ્રેમલ વીણા પર  સ્નેહસૂરનાં તાર  સૌ  તૂટ્યાં
એ  તાર  તૂટ્યાં  સાંધીને  સંભળાવજો  અમને
ખોવાયાને   ખોળવા                           
સ્વર: ગીતા રોય ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ ગુણસુંદરી (૧૯૪૮) ક્લીક કરો અને સાંભળોઃ ફિલ્મ ગુણસુંદરી ગુજરાતી અને હિન્દી બન્ને ભાષામાં બનાવાઈ હતી. ક્લીક કરો અને સાંભળો આ ગુજરાતી ગીતનું ગીતા રોયના જ સ્વરમાં ગવાયેલું હિન્દી રૂપાંતરઃ

No comments:

Post a Comment